MSME Briefing Bureau
Inspector ગયા, Facilitator આવ્યા—હવે અમલ કરાવવાની વાત જ ક્યાં છે?
નવા Labour Code નો અમલ થાય કે નોટિફિકેશન આવે—
તેની ચિંતા કરવાની જરૂર શું છે?
કારણ કે કાયદો બનાવ્યો જ કોના માટે છે?
ઉદ્યોગકારો માટે.
અને જો કાયદાનું ખરેખર કડક પાલન કરાવવાનું હોત,
તો Inspector નું નામ બદલીને Facilitator કરાયું હોત?
થોડું વિચારજો.
યાદ છે તમને—
તમારી ફેક્ટરીના દરવાજા પર છેલ્લે
Labour Inspector કે Factory Inspector ક્યારે આવ્યા હતા?
એક વર્ષ? બે વર્ષ?
કે કદાચ યાદ જ નથી?
હવે તો Inspector રહ્યાં જ નથી.
હવે છે Facilitator.
અને Facilitator નું કામ શું?
તમને સુવિધા આપવાનું.
તમારી પ્રક્રિયાઓ સરળ બનાવવાની.
તો હવે જો તમે કામદારોને કહો—
“12 કલાક કામ કરો”
“પાંચ નહીં, છ દિવસ કામ કરો”
“overtime પછી જોઇશું…”
તો ડરવાનું શું?
કોણ આવશે પૂછવા?
કોણ ચકાસશે કે consent સાચું છે?
કોણ ખાતરી કરશે કે overtime double rate પર ચૂકવાયું છે?
કાયદો શું કહે છે… અને વાસ્તવિકતા શું છે
કાયદો ખૂબ સ્પષ્ટ છે—
✔ 48 કલાકની સાપ્તાહિક મર્યાદા
✔ લેખિત consent જરૂરી
✔ overtime માટે double payment
પણ ground પર શું થાય છે?
✖ 60–72 કલાકના કામના અઠવાડિયા
✖ consent—પરિસ્થિતિના દબાણ હેઠળ
✖ overtime—ઘણીએ વાર ચૂકવાતું જ નથી
તો પછી પ્રશ્ન કાયદાનો નથી—
પ્રશ્ન અમલનો છે.
આંકડા શું કહે છે…
ચાલો થોડું ગણિત જોઇએ—
228,585 registered factories (India)
તેમાંથી—
96.52% factories માં વર્ષમાં માત્ર એક જ inspection થાય છે
હવે ગણતરી કરો—
દર વર્ષે માત્ર એક વખત તપાસ કરવાથી
શું ખરેખર compliance ચકાસી શકાય?
અંદાજે—
≈950 inspectors જોઈએ માત્ર annual coverage માટે
પણ જો દર મહિને meaningful inspection કરવું હોય તો—
≈11,400 inspectors જરૂરી પડશે
હવે સાચો પ્રશ્ન—
શું enforcement capacity પૂરતી છે?
કે પછી આ બધું કાગળ પર જ સુંદર લાગે છે?
અસલી રમત ક્યાં છે…
જ્યારે system self-certification પર ચાલે છે,
અને inspection મર્યાદિત હોય છે—
ત્યારે કાયદો enforce કોણ કરે?
સરળ જવાબ છે—
કોઈ નથી.
અને જ્યાં enforcement નથી—
ત્યાં compliance એક option બની જાય છે.
અને જ્યાં compliance option બને—
ત્યાં exploitation predictable બની જાય છે.
અંતિમ પ્રશ્ન…
સરકાર કહે છે—
“Reform સફળ છે.”
ઉદ્યોગકાર કહે છે—
“Flexibility મળી.”
પણ કામદાર શું કહે છે?
જો compliance self-certified છે
અને inspection મર્યાદિત છે—
તો કામદારને કોણ સુરક્ષિત કરે છે?
સાચી વાત…
Policy success કાયદાથી મપાતું નથી.
તે enforcement થી મપાય છે.
કાયદો કાગળ પર છે.
અમલ વિશ્વાસ પર છે.
અને વિશ્વાસ…
હજી પણ unanswered છે.









Leave a Reply