હરેશ ઝાલા

પ્રક્રિયા ઝડપી બની, પરંતુ મોડી ચૂકવણી રોકવા કાયદો કેમ મજબૂત બનાવ્યો નહીં?

ભારતના MSME માટે મોડી ચૂકવણી માત્ર નાણાકીય સમસ્યા નથી, પરંતુ અસ્તિત્વનો પ્રશ્ન છે. સમયસર માલ સપ્લાય કર્યા પછી પણ મહિનાઓ સુધી નાણાં ન મળવાથી Working Capital પર સીધી અસર થાય છે, ઉત્પાદન ખોરવાય છે, કર્મચારીઓને પગાર ચૂકવવામાં મુશ્કેલી પડે છે અને વિકાસની ગતિ અટકી જાય છે.

આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને સંસદે Micro, Small and Medium Enterprises Development (Amendment) Bill, 2026 પસાર કર્યો છે. સરકારનું કહેવું છે કે આ સુધારા દ્વારા વિવાદોનું ઝડપી નિરાકરણ આવશે, ચૂકવણીની વસૂલાત સરળ બનશે અને MSMEને રાહત મળશે.

નિઃસંદેહ, આ સુધારામાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. પરંતુ મૂળ પ્રશ્ન આજે પણ યથાવત્ છે.

જો મોડી ચૂકવણી કરનાર સામે કડક પરિણામ જ ન હોય, તો માત્ર પ્રક્રિયા ઝડપી બનાવવાથી શું ખરેખર સમસ્યા ઉકેલાશે?જો મોડી ચૂકવણી કરનાર સામે કડક પરિણામ જ ન હોય, તો માત્ર પ્રક્રિયા ઝડપી બનાવવાથી શું ખરેખર સમસ્યા ઉકેલાશે?

શું સુધારા થયાં?

સુધારામાં CPSEs માટે TReDSનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. Mediation અને Arbitration માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સમાધાન અને એવોર્ડને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત નાના વહીવટી ઉલ્લંઘનોને Decriminalise કરીને Compliance પણ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ તમામ ફેરફારો પ્રશંસનીય છે.

પરંતુ આ સુધારો મુખ્યત્વે વિવાદ ઊભો થયા પછીની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે.

વિવાદ જ ન સર્જાય તે માટે કેમ કોઇ પગલાં નહીં?

આ પ્રશ્નનો સંતોષકારક જવાબ હજુ મળતો નથી.

કાયદામાં સમયમર્યાદા પહેલેથી જ હતી

MSMED Act મુજબ ખરીદદારે 15 દિવસની અંદર અથવા લેખિત કરાર હોય તો વધુમાં વધુ 45 દિવસમાં MSMEને ચૂકવણી કરવાની ફરજ છે.

જો આ જોગવાઈ વર્ષોથી અમલમાં છે, તો પછી આજે પણ હજારો MSMEને મહિનાઓ સુધી પોતાની જ રકમ માટે રાહ કેમ જોવી પડે છે?

સમસ્યા સમયમર્યાદાની નથી.

સમસ્યા એ છે કે સમયમર્યાદા ભંગ કરનાર સામે કડક કાર્યવાહી ની જોગાવાઇ જ નથી.

ઘણા મોટા ઉદ્યોગો માટે સપ્લાયરને મોડી ચૂકવણી કરવી આજેય નાણાકીય રીતે ફાયદાકારક સોદો છે. તેઓ પોતાનું Cash Flow જાળવી રાખે છે, જ્યારે તેનું સંપૂર્ણ ભારણ નાના ઉદ્યોગો પર આવી પડે છે.

TReDS ઉકેલ છે કે માત્ર તાત્કાલિક વ્યવસ્થા?

સરકાર TReDSને MSME માટે મહત્વપૂર્ણ ઉકેલ તરીકે રજૂ કરે છે.

હકીકતમાં TReDS એક ઉત્તમ Liquidity Platform છે.

પરંતુ Liquidity અને Payment Discipline બંને એક જ વસ્તુ નથી.

TReDS દ્વારા MSME પોતાની Invoice Discount કરીને વહેલી ચુકવણી મેળવી શકે છે.

પરંતુ તેના માટે કોઈને કોઈએ Finance Cost ચૂકવવી જ પડે છે.

મોટાભાગે આ ખર્ચ MSME પર જ આવે છે.

અર્થાત્, પોતાના જ પૈસા સમય પહેલાં મેળવવા માટે નાના ઉદ્યોગે વધારાનો ખર્ચ કરવો પડે, જ્યારે મોટા ખરીદદારે લાંબા સમય સુધી Creditનો લાભ લેવાનું ચાલુ રાખે.

પારદર્શિતા વધી છે, પરંતુ મોડી ચૂકવણી પાછળનું અર્થશાસ્ત્ર બદલાયું નથી.

ખરેખર શું ખૂટે છે?

આ સુધારો Recoveryને મજબૂત બનાવે છે.

પરંતુ Preventionને નહીં.

જો સંસદ ખરેખર મોડી ચૂકવણી અટકાવવા માંગતી હોત, તો કેટલાક વધુ અસરકારક પગલાં લઈ શકાત.

જેમ કે—

  • વારંવાર મોડી ચૂકવણી કરનાર માટે ભારે આર્થિક દંડ.
  • Chronic Defaultersના નામ જાહેર કરવા.
  • સરકારી ટેન્ડર અને Procurementમાં પ્રતિબંધ.
  • ચૂકવણીમાં વિલંબ માટે જવાબદાર અધિકારીઓ અને મેનેજમેન્ટની જવાબદારી નક્કી કરવી.

જ્યાં સુધી મોડી ચૂકવણી કરવી સસ્તી રહેશે અને સમયસર ચૂકવણી કરવી મોંઘી નહીં બને, ત્યાં સુધી વર્તનમાં ફેરફાર આવવો મુશ્કેલ છે.

ઝડપી વિવાદ કે સમયસર ચૂકવણી?

ઝડપી Mediation અને Arbitration નિઃસંદેહ જરૂરી છે.

પરંતુ જ્યારે કોઈ MSME વિવાદ સુધી પહોંચે છે, ત્યારે નુકસાન થઈ ચૂક્યું હોય છે.

તેનો Working Capital ખોરવાઈ ચૂક્યો હોય છે.

નવા ઓર્ડર ગુમાવ્યા હોય છે.

બેંકિંગ ખર્ચ વધી ગયો હોય છે.

અને ઘણી વખત વ્યવસાયની વૃદ્ધિ અટકી ગઈ હોય છે.

એટલે કોઈપણ સુધારાનું મૂલ્યાંકન એ આધારે ન થવું જોઈએ કે કેટલા વિવાદો ઝડપથી ઉકેલાયા.

ખરેખર સફળતા તો ત્યારે ગણાશે જ્યારે વિવાદો ઊભા જ ઓછા થાય અથવા ન થાય, કારણ કે ખરીદદારોને ખબર હોય કે મોડી ચૂકવણી હવે ભારે પડશે.

અંતિમ વિચાર

ભારત આજે વિશ્વનું Manufacturing Hub બનવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે.

પરંતુ જો દેશના નાના ઉદ્યોગોને જ મોટા ઉદ્યોગોનું Working Capital પૂરું પાડવા માટે મજબૂર કરવામાં આવશે, તો આ સ્વપ્ન અધૂરું રહી જશે.

MSMED (Amendment) Bill, 2026 પ્રક્રિયાને વધુ આધુનિક અને ઝડપી બનાવે છે.

પરંતુ તે હજુ પણ ચૂકવણીની સંસ્કૃતિ (Payment Discipline) બદલવામાં સફળ થયો નથી.

MSMEને ઝડપી કાયદાકીય પ્રક્રિયા કરતાં વધુ જરૂરી છે—સમયસર પોતાની મહેનતની રકમ.

જ્યાં સુધી મોડી ચૂકવણીને ખર્ચાળ બનાવતો કાયદો નહીં આવે, ત્યાં સુધી આ સુધારો પ્રક્રિયામાં સુધારો ગણાશે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં.

Leave a Reply

I’m Haresh

Journalist: 38 years
Former Financial Express
Founder, MSME Briefing

MSME Briefing exists because India’s 63 million MSME business deserve serious analysis – not footnotes in mainstream business media.

Let’s connect

Discover more from MSME Briefing

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading