MSME Briefing Bureau
Jogani Vs Jogani: $6 બિલિયનના વિવાદમાંથી ભારતીય ફાઉન્ડર્સે શું શીખવું જોઈએ
પાંચ ગુજરાતી ભાઈઓએ વિશ્વાસના આધારે વેપાર શરૂ કર્યો. બે દાયકા પછી એ જ વિશ્વાસ $6 બિલિયનના કોર્ટ વિવાદમાં ફેરવાયો. 21 વર્ષ સુધી ચાલેલી આ લડાઈએ માત્ર સંપત્તિ નહીં, પરિવારના સંબંધો પણ તોડી નાખ્યા. Jogani Vs Joganiની કહાની દરેક પરિવારિક બિઝનેસ માટે એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે—શું માત્ર વિશ્વાસ પર ચાલતો બિઝનેસ, વધતી સંપત્તિ અને બદલાતી પેઢીઓ વચ્ચે ટકી શકે?
વિશ્વાસથી શરૂ થયેલી ભાગીદારી
Jogani પરિવાર મૂળ ગુજરાતના હીરા અને રત્નોના વેપાર સાથે જોડાયેલો હતો. 1979માં શશિકાંત (શશી) જોગાણી Southern California ગયા અને ત્યાં રહેણાંક મિલકતોમાં રોકાણ શરૂ કર્યું. થોડા વર્ષોમાં તેમનો પોર્ટફોલિયો 170થી વધુ apartment buildings અને લગભગ 17,000 rental units સુધી પહોંચી ગયો.
પછી 1994નો Northridge ભૂકંપ આવ્યો. મિલકતોને ભારે નુકસાન થયું, બજાર તૂટી પડ્યું અને શશી ગંભીર નાણાકીય સંકટમાં ફસાયા.
1995માં ચાર ભાઈઓએ શશી સાથે મૌખિક ભાગીદારી કરી. ભાઈઓ મૂડી આપશે. શશી પોતાની મિલકતો ભાગીદારીમાં લાવશે અને વ્યવસ્થાપન સંભાળશે. ભાઈઓને તેમની મૂડી પર 12% વાર્ષિક વળતર મળ્યા પછી શશીને ભવિષ્યના નફા અને સંપત્તિ વૃદ્ધિમાં 50% હિસ્સો મળવાનો હતો. કોઈ લખિત Partnership Deed નહોતું. કરાર વિશ્વાસ, વાતચીત અને વ્યવહાર પર આધારિત હતો.
2002 સુધીમાં વ્યવસ્થા સફળ રહી. મૂડી અને વળતર પાછાં મળી ગયાં અને બિઝનેસનું મૂલ્ય ઝડપથી વધ્યું.
ત્યાંથી સમસ્યા શરૂ થઈ.
જ્યારે ભાગીદારી પર જ સવાલ ઊભો થયો
હરેશ જોગાણીએ શશીને મેનેજમેન્ટમાંથી દૂર કર્યા, ભાગીદારી માંથી બાકાત કર્યા અને 1995ની મૌખિક ભાગીદારી જ અસ્તિત્વમાં નહોતી એવો દાવો કર્યો. પરિવાર પાસે ન mediation હતું, ન arbitration, ન family council, ન buy-out mechanism. પરિણામે વિવાદ સીધો કોર્ટમાં ગયો.
2003માં શરૂ થયેલો કેસ 21 વર્ષ ચાલ્યો. પાંચ trial judges, 18 appeals અને પાંચ મહિનાની jury trial પછી ફેબ્રુઆરી 2024માં juryએ મૌખિક real-estate partnershipને binding અને enforceable ગણાવી. કુલ ચુકાદો અને વ્યાજ સહિત રકમ લગભગ $6.85 બિલિયન સુધી પહોંચી. મૂળ માલિક શશિકાંત ને હસ્તાંતર કરવાનો આદેશ આપ્યો.
ફેબ્રુઆરી 2026માં California Court of Appealએ partnership અંગેનો મુખ્ય નિર્ણય મોટાભાગે જાળવી રાખ્યો, જોકે લગભગ $1.98 બિલિયનના lost economic gainsને ઘટાડ્યા. જૂન 2026માં California Supreme Courtએ review સ્વીકાર્યો નહીં.
ભારતીય ફાઉન્ડર્સ માટે સૌથી મોટો પાઠ
અહીં એક મહત્વનો કાનૂની મુદ્દો છે.
ભારતમાં પણ partnership માટે લખિત deed હંમેશા જરૂરી નથી. Indian Partnership Act, 1932 હેઠળ oral partnership માન્ય થઈ શકે છે, જો પૂરતા પુરાવા હોય. પરંતુ unregistered firm માટે Section 69 હેઠળ કાનૂની દાવાઓ પર ગંભીર મર્યાદાઓ આવે છે. એટલે મૌખિક કરાર માન્ય હોવો અને તેને સરળતાથી સાબિત કરી શકવો—બે અલગ બાબતો છે.
આથી Jogani કેસનો પાઠ માત્ર “કરાર લખી લો” એટલો નથી.
આ ખરેખર governance failureની કહાની છે.
તમારા પરિવારિક બિઝનેસે શું કરવું જોઈએ?
1. Economic deal લખિત કરો.
Capital, profit-sharing, management rights, exit અને buy-outની શરતો સ્પષ્ટ કરો. deed રજીસ્ટર કરાવો
2. Governance બનાવો.
Independent advisor, નિયમિત board meetings, audited accounts અને major decisions માટે સ્પષ્ટ voting mechanism રાખો.
3. Dispute પહેલાં તેનો રસ્તો નક્કી કરો.
Mediation અને arbitration clause રાખો.
4. Family Charter બનાવો.
કોણ બિઝનેસમાં જોડાશે, કેવી રીતે નિર્ણય લેવાશે, succession કેવી રીતે થશે અને મતભેદ થાય તો exit કેવી રીતે થશે—આ બધું પહેલેથી નક્કી કરો.
છેલ્લો પ્રશ્ન
Jogani ભાઈઓએ સંપત્તિ ઊભી કરવામાં જે બુદ્ધિ અને મહેનત બતાવી, એ જ બિઝનેસને બચાવવા governanceમાં કેમ ન વાપરી?
એક professional deed, registration, independent governance અને family charterનો ખર્ચ લાખોમાં હોઈ શકે છે. પરંતુ 21 વર્ષની litigation, તૂટેલા સંબંધો અને અબજો ડોલરની સંપત્તિ પરનો વિવાદ—તેની કિંમત કેટલી?
વિશ્વાસ રાખો. પરંતુ વિશ્વાસને વ્યવસ્થાથી સુરક્ષિત કરો.
Partnership Deed રજીસ્ટર કરવો. Governance સ્થાપો. Family Charter લખો.
વિવાદ શરૂ થાય તે પહેલાં.









Leave a Reply