MSME Briefing Bureau

ચીનની સફળતામાંથી શીખી ભારતે નાના ઉદ્યોગોને વૈશ્વિક બનાવવાનો માર્ગ

ભારત પાસે MSMEની અછત નથી; અછત છે તેમને ઝડપથી અને વ્યૂહાત્મક રીતે વૈશ્વિક કક્ષાના બનાવવાની. દેશના કરોડો નાના ઉદ્યોગોમાંથી નવી ટેક્નોલોજી, વિશેષતા, નવીનતા અને નિકાસ ક્ષમતા ધરાવતા એકમો ચૂંટવાના છે, જેમને વૈશ્વિક સપ્લાયર બનાવી શકાય. ચીને આવી ક્ષમતા લઘુ એકમોને પસંદ કરી વૈશ્વિક કક્ષાના બનાવવા ‘લિટલ જાયન્ટ્સ’નું મોડલ તૈયારકર્યું છે. ભારતે ચીનની વ્યવસ્થા નકલ કરવાની જરૂર નથી, પરંતુ તેનો મૂળ વિચાર અપનાવી શકે છે: યોગ્ય MSMEને ઓળખો, તેને મૂડી અને ટેક્નોલોજી આપો અને વૈશ્વિક બજાર સુધી પહોંચાડો અને ઝડપથી વૈશ્વિક બનાવો.

ભારતનો MSME વિરોધાભાસ

ભારતનું #MSME ક્ષેત્ર અર્થતંત્રનું મહત્વનું એન્જિન છે. સરકારી આંકડા મુજબ MSME ક્ષેત્ર દેશના GDPમાં 30.1%, મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 35.4% અને નિકાસમાં 45.73% યોગદાન આપે છે.

પરંતુ આ વિશાળ ક્ષેત્રની અંદર એક મોટો માળખાકીય પ્રશ્ન છે.

NITI Aayogના અહેવાલ મુજબ નોંધાયેલા MSMEમાંથી 97% માઇક્રો, 2.7% સ્મોલ અને માત્ર 0.3% મીડિયમ એન્ટરપ્રાઇઝ છે. છતાં આ માત્ર 0.3% મીડિયમ એન્ટરપ્રાઇઝ MSME નિકાસમાં લગભગ 40% યોગદાન આપે છે.

આ આંકડો નીતિ-નિર્માતાઓ માટે સ્પષ્ટ સંકેત છે.

પ્રશ્ન હવે માત્ર એ નથી કે કેટલા MSMEને સહાય આપવી?

પ્રશ્ન એ છે કે કેટલા સક્ષમ MSMEને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરી શકાય?

ચીન પાસેથી શું શીખી શકાય?

ચીને નાના અને મધ્યમ ઉદ્યોગોમાંથી એવી કંપનીઓ ઓળખી, જે વિશિષ્ટ ટેક્નોલોજી, નવીનતા, ગુણવત્તા અને ચોક્કસ બજારક્ષમતા ધરાવતી હતી. તેમને SRDI — Specialised, Refined, Differentiated and Innovative શ્રેણી હેઠળ વિકસાવવામાં આવી.

2025ના અંત સુધીમાં ચીનમાં 17,600 રાષ્ટ્રીય સ્તરના “Little Giants” હતા. તેઓ મોટા ઔદ્યોગિક SMEના માત્ર 3.5% હતા, છતાં ઓપરેટિંગ રેવન્યુમાં 9.6% અને નફામાં 13.7% હિસ્સો ધરાવતા હતા.

મુખ્ય પાઠ એ છે:

દરેક નાના ઉદ્યોગને મોટો બનાવવાનો પ્રયાસ નહીં; પરંતુ યોગ્ય નાના ઉદ્યોગને વ્યૂહાત્મક રીતે મોટો બનાવવો.

ભારતે આ જ વિચારને પોતાના સંદર્ભમાં અપનાવવો જોઈએ.

ભારતનું પોતાનું “Little Giants” મોડલ

ભારત પાસે પહેલેથી જ Udyam formalisation, SIDBI, PLI, ટેક્નોલોજી સેન્ટર્સ, ક્લસ્ટર ડેવલપમેન્ટ, ક્રેડિટ ગેરંટી, સરકારી ખરીદી અને નિકાસ પ્રોત્સાહન જેવી વ્યવસ્થાઓ છે.

જરૂર છે એક સ્પષ્ટ graduation architectureની:

Innovative MSME → Specialised MSME → Indian Little Giant → Global Champion

પસંદગી માત્ર ટર્નઓવર પરથી ન થવી જોઈએ.

તેમાં R&D, પેટન્ટ અથવા પોતાની ટેક્નોલોજી, ઉત્પાદકતા, નિકાસ ક્ષમતા, ગુણવત્તા પ્રમાણપત્રો, કુશળ રોજગાર, ડિજિટલ અપનાવટ, ઊર્જા કાર્યક્ષમતા અને વ્યૂહાત્મક સપ્લાય-ચેઇન મહત્વ જેવા માપદંડ હોવા જોઈએ.

અને “Little Giant”નો દરજ્જો કાયમી ન હોવો જોઈએ. પ્રદર્શન નબળું પડે તો દરજ્જો પાછો ખેંચવાની વ્યવસ્થા પણ હોવી જોઈએ.

સબસિડી નહીં, સ્કેલ કરવાની વ્યવસ્થા

ભારતીય #MSMEPolicyનું સૌથી મોટું પરીક્ષણ અહીં છે.

ઓળખ મળ્યા પછી કંપનીને માત્ર સબસિડી નહીં, પરંતુ patient capital, ટેક્નોલોજી, R&D, ટેસ્ટિંગ સુવિધા, કુશળ પ્રતિભા અને વૈશ્વિક બજાર સુધી પહોંચ આપવી પડશે.

મોટા OEM અને કોર્પોરેટ્સને પણ આ વ્યવસ્થામાં જોડવા જોઈએ.

તેઓ સક્ષમ MSMEને quality, cost, traceability, technology અને global standards સુધી પહોંચવામાં મદદ કરે.

સરકાર ક્ષમતા ઓળખી શકે છે.

ઉદ્યોગોએ તે ક્ષમતાને વિકસાવવામાં ભાગીદાર બનવું પડશે.

વ્યૂહાત્મક સપ્લાય-ચેઇન બનવાની તક

ભારતે શરૂઆતમાં એવા ક્ષેત્રો પર ધ્યાન આપવું જોઈએ જ્યાં સ્થાનિક ક્ષમતા રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે:

Precision Engineering, Defence Components, Semiconductor Inputs, Specialty Chemicals, Pharmaceuticals, Medical Devices, EV & Battery Components, Renewable Energy, Green Hydrogen અને Advanced Textiles.

આ ક્ષેત્રોમાં એક નાની કંપની પણ જો કોઈ મહત્વપૂર્ણ component, sensor, valve, coating અથવા pharmaceutical intermediate બનાવે અને વૈશ્વિક કંપનીઓને સપ્લાય કરે, તો તેનું મહત્વ તેના કર્મચારી આંકડા કરતાં અનેકગણું હોઈ શકે છે.

આ જ #GlobalValueChainsમાં પ્રવેશવાનો સાચો માર્ગ છે.

Vendorમાંથી Technology Partner અને Local Supplierમાંથી Global Supplier બનવું — આ જ આગળનો તબક્કો છે.

ભારતને ચીનની નકલ નહીં, પોતાનો માર્ગ જોઈએ

ચીનનો અનુભવ એ પણ બતાવે છે કે ઔદ્યોગિક નીતિમાં capital misallocation, duplication અને overcapacity જેવા જોખમો ઊભા થઈ શકે છે.

ભારતે તેથી પારદર્શક પસંદગી, સ્વતંત્ર મૂલ્યાંકન, માપી શકાય તેવા પરિણામો અને sunset clauses સાથે આગળ વધવું જોઈએ.

સરકારે નક્કી ન કરવું જોઈએ કે કઈ કંપની “ચેમ્પિયન” બનશે.

સરકારે એવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ કે સક્ષમ કંપની પોતે સાબિત કરી શકે કે તે ચેમ્પિયન બનવા લાયક છે.

ગુજરાત માટે પણ મોટી તક

રાજકોટ, સુરત, વડોદરા, વાપી, અંકલેશ્વર, મોરબી જેવા ઔદ્યોગિક ક્લસ્ટરોમાં આવી કંપનીઓ પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે.

ગુજરાત જો દરેક ક્લસ્ટરમાંથી ઉચ્ચ ક્ષમતા ધરાવતા MSMEને ઓળખી મૂડી, ટેક્નોલોજી, R&D, કુશળતા અને વૈશ્વિક ગ્રાહકો સાથે જોડે, તો તે પોતાનું “Gujarat Little Giants” મોડલ ઊભું કરી શકે છે.

આ બીજી કોઈ સબસિડી યોજના ન હોવી જોઈએ.

આ એક scale-up ecosystem હોવું જોઈએ.

મોટો વિચાર

ભારત પાસે ઉદ્યોગસાહસિકો છે.
ભારત પાસે ઔદ્યોગિક ક્લસ્ટરો છે.
ભારત પાસે વિશાળ સ્થાનિક બજાર છે.

હવે જરૂર છે છુપાયેલા ચેમ્પિયન્સને શોધવાની અને તેમને પ્રોત્સાહિત કરી વૈશ્વિક કક્ષાના એકમો બનાવવાની.

#MakeInIndiaનો અંતિમ અર્થ માત્ર ભારતમાં ઉત્પાદન કરવો નહીં, પરંતુ એવી ભારતીય કંપનીઓ ઊભી કરવી જોઈએ, જેનાં ઉત્પાદનો માટે વિશ્વને ભારત પર નભવું પડે.

આજના Little Giants જ આવતીકાલના Global Champions બની શકે છે.

સ્ત્રોત

NITI Aayog: Designing a Policy for Medium Enterprises, 2025.
Ministry of MSME / PIB: MSME GDP, manufacturing અને export contribution data.
China / Xinhua: National-level Little Giants data, 2025.
SAGE Research: SRDI certification અને corporate innovation પર 2025નું અભ્યાસ.

Leave a Reply

I’m Haresh

Journalist: 38 years
Former Financial Express
Founder, MSME Briefing

MSME Briefing exists because India’s 63 million MSME business deserve serious analysis – not footnotes in mainstream business media.

Let’s connect

Discover more from MSME Briefing

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading